આ દેશ હેલિકોપ્ટરની મદદથી હજારો ઊંટની કત્લેઆમ કરશે, કારણ છે ખુબ જ ચોંકાવનારું
ઓસ્ટ્રેલિયા (Australia) ના જંગલોમાં ગત નવેમ્બરથી લાગેલી ભીષણ આગ (Fire) અને શ્વાસ રૂંધાય તેવા વાતાવરણ અને જળ સંકટના કારણે સ્થાનિક પ્રશાસને 10 હજાર ઊંટો (Camel) ના કત્લેઆમનો ચોંકાવનારો નિર્ણય લીધો છે.
સિડની: ઓસ્ટ્રેલિયા (Australia) ના જંગલોમાં ગત નવેમ્બરથી લાગેલી ભીષણ આગ (Fire) અને શ્વાસ રૂંધાય તેવા વાતાવરણ અને જળ સંકટના કારણે સ્થાનિક પ્રશાસને 10 હજાર ઊંટો (Camel) ના કત્લેઆમનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. પ્રશાસનના જણાવ્યાં મુજબ જંગલમાં લાગેલી ભીષણ આગના કારણે ઊંટ રહેણાંક વિસ્તારોમાં પહોંચી રહ્યાં છે. આગના કારણે આસપાસ ગરમાવાના કારણે આ ઊંટ વધુ પાણી પી રહ્યાં છે. પહેલેથી જળ સંકટ સામે ઝઝૂમી રહેલા વિસ્તારોમાં આ કારણે મોટી સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે. આ કારણે પ્રશાસને આજથી પાંચ દિવસના અભિયાનની શરૂઆત કરી છે. આ કામને અંજામ આપવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે. જે વિસ્તારોમાં આવું કામ કરવામાં આવી રહ્યું છે ત્યાં ઓસ્ટ્રેલિયાની આદમ જાતિઓ રહે છે. આ વિસ્તાર ઓસ્ટ્રેલિયાના રિમોટ ઉત્તર-પશ્ચિમ વિસ્તાર હેઠળ આવે છે.
આ મામલે સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે "આગના કારણે અમે અહીં ગરમ અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યાં છીએ. અમે પહેલેથી જ અમારા ઘરોમાં ફસાયેલા છે. જળ સંકટના કારણે લોકો પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે એસીથી નીકળતા પાણીને ભેગું કરે છે. આ ઊંટ અમારા ઘરો સુધી પહોંચીને પાણી ન મળે તો એસીમાંથી નીકળતું પાણી સુદ્ધા પી જાય છે. આ વિષમ પરિસ્થિતિઓને જોતા આ નિર્ણય લેવાયો છે."
ઈરાનના સર્વોચ્ચ નેતાએ કહ્યું, 'મિસાઈલ હુમલો એ અમેરિકાના મોઢા પર તમાચો'
આ ઊંટની ભૂલ એટલી જ છે કે તેમની જનસંખ્યા વધી ગઈ છે અને પાણી વધુ પીએ છે. હાલ ઓસ્ટ્રેલિયામાં આગના કારણે વિકટ પરિસ્થિતિ છે. ઓસ્ટ્રેલિયાના મીડિયાના જણાવ્યાં મુજબ દેશના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા અનાંગુ પિતજનજાતજારા યાકુનીજતજારા (Anangu Pitjantjatjara Yankunytjatjara-APY) લેન્ડ્સમાં આ ઊંટોને મારવાની કામગીરી હાથ ધરાશે. સાઉથ ઓસ્ટ્રેલિયાન ડિપાર્ટમેન્ટ ફોર એનવાયરમેન્ટ એન્ડ વોટર (DEW)એ કહ્યું કે આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે તેમની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને હાલ દેશમાં પાણીની અછત છે. આ ઊંટ પાણી ખુબ પીવે છે.
DEWના જણાવ્યાં મુજબ ઊંટ જ્યાં પણ પાણીનો સ્ત્રોત જુએ છે ત્યાં પહોંચી જાય છે. પછી તે નળ હોય, પાણીની ટાંકી હોય કે પછી તળાવ હોય. APY લેન્ડ્સના મેનેજર રિચર્ડ કિંગ્સે કહ્યું કે આ ઊંટ અચાનકથી અમારા લોકો વચ્ચે આવે છે. તેનાથી ભાગદોડ મચી જાય છે. બાળકો અને મહિલાઓને ઈજા થવાનું જોખમ રહે છે. તે નાના નાના જૂથોમાં સમગ્ર રણમાં ઘૂમતા રહે છે.
DEWના જણાવ્યાં મુજબ આ ફેરલ ઊંટ છે જે પાંચ કિલોમીટર દૂરથી પાણીના સ્ત્રોતને સૂંઘી લે છે. અનેકવાર પાણીના મોટા સ્ત્રોતોમાં આ ઊંટ મરીને સડે છે અને તેનાથી પીવાના પાણીમાં પ્રદૂષણ ફેલાય છે. ઊંટોને મારવા માટે પ્રોફેશનલ શૂટર્સને બોલાવવામાં આવશે. આ શૂટર્સ હેલિકોપ્ટરોમાં બેસીને હવામાથી ઊંટોને ગોળી મારશે. તેમને મારવાની પ્રક્રિયા એક અઠવાડિયું ચાલશે. ત્યારબાદ APY લેન્ડ્સમાં રહેતા સમુદાયના લોકો તેમના મૃતદેહોને આગામી બે અઠવાડિયા સુધી બાળશે.
ઈરાની મીડિયાનો મોટો દાવો, અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર હુમલામાં 80 લોકોના મોત
ઊંટોની હત્યાની યોજના એવા સમયે બનાવવામાં આવી રહી છે કે જ્યારે સીડની યુનિવર્સિટીના સંશોધનકર્તાઓના જણાવ્યાં મુજબ જંગલોમાં લાગેલી આગના કારણે એક ડઝનથી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 5 કરોડ જીવ જંતુઓએ કાં તો વિસ્થાપિત થવું પડ્યું છે અથવા તો તેઓ માર્યા ગયા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube